શબ્દો શુ સરોવર
શબ્દો શુ સરોવર
1 min
24K
શબ્દો શુ સરોવર આ વહેતુ જો જાય,
નવી રચનાઓને આકાર આપતું જાય,
કિનારે બેસીને જાણે એવુ વર્તાય,
એની દિશાઓ કેમ કરીને મપાય!
અગાઢ એની ઊંડાણમાં,
છપછપાટ જો માછલીની સંભળાય,
કાન દઈને સાંભળ તો બધુંય સમજાય,
ડૂબકી જો માર ઊંડી,
તો મજાનો એક દોર રચાય,
વિસરાયેલી દુનિયાનો જાણે માળો બંધાય.
ઈચ્છા છે એક જ આ મનની,
મારાં શબ્દોનું સરોવર આમ જ વહેતુ જાય.