સાંજ
સાંજ
1 min
162
આમ ને આમ દિવસો ગયા ને રોજ સાંજ પણ પડતી ગઈ,
શોખ મરતા ગયા એક એક કરીને જવાબદારી વધતી ગઈ,
સપનાંઓ રૂંધાયા અને મુલાયમ હાથની રેખાઓ બળતી ગઈ,
પૈસા ને પરિસ્થિતિના ખેલમાં, જિંદગી ઢળતી ગઈ,
સારા કે સાચા હોવાની સજાઓ હર ઘડી ઘડી મળતી ગઈ,
આ ન કરતા પેલું ના કરતા તેવી બરાબર સૂચના મળતી ગઈ,
રહેવું હતું નાનું અમારે પણ ઉંમર હતી કે વધતી ગઈ,
આમ ને આમ દિવસો ગયા ને, જિંદગીની સાંજ પણ પડતી ગઈ.
