STORYMIRROR

Janardan Dave

Others

2  

Janardan Dave

Others

રસ્તો

રસ્તો

1 min
13.7K


રસ્તા પરથી નીકળતા બારી અંદરનું દ્રશ્ય જોવાય, ક્યારેક શાક લેવા જતી થેલીનો ભાર લટકતો હોય, દૂધનું મિલ્કન ટીંગાતું હોય, અંદર આળસ ભરીને. ક્યારેક વરસાદ પડી ગયા બાદ પાણી નિતારવા મૂકેલી છત્રી હોય ખૂલવાના ઓરતા લઈને, પાણી મોડું આવ્યું હોય તો પાણી ગાળવા ગયણો ટીંગાતો હોય જાતને સૂકાવવા. હું રોજ જોઉં છું એકધારું કશું, ન હોય અજુગતું કાંઈ પણ આજ હતું અજુગતું જોયું, એક વસ્ત્ર નિચોવાઈને સૂકાઈ રહ્યું હતું, બહુ બારીકાઈથી જોતા દેખાય છે મારા વિસ્મયની વચ્ચે, વસ્ત્રની સાથે એક માણસ લટકતો હતો: કારણ મજહબી ઝગડો ને વધુ પડતો ક્લેશ. ધ્રાસકો પડ્યો હ્રદયમાં, અણીદાર ખુચ્યું કેસરી ને લીલા રંગના ક્લેશમાં બારી અંદર કેટલા માણસો લટકતા હશે? 


Rate this content
Log in

More gujarati poem from Janardan Dave