પ્રયાણ
પ્રયાણ
1 min
14K
આજે હું પચાસની થઈ,
ચહેરાની કરચલીઓ હવે બોલકી થઈ.
રાહ નથી જોતી હવે કોઈ મને પંપાળે,
હું જ મારી જાતને પંપાળતી થઈ.
આજે સવાર પડતાની સાથે હું રસોડામાં ન ગઈ,
ઊઘાડી બારી જોઈ ખુદ સાથે એકાકાર થઈ ગઈ.
ગૃહસ્થીની જંજાળમાંથી થોડી તો મુક્ત થઈ,
વાનપ્રસ્થમાં સ્વ તરફ પ્રયાણ કરતી થઈ.
અન્યોને સાંભળવામાં થોડી જીંદગી તો ગઈ,
ખેર, આજકાલ હું સ્વનું સાંભળતી થઈ ગઈ.
અરીસા સામે મુજને નિરાંતે નિહારતી ગઈ,
જાણે હું જ મને પહેલા કરતા વધારે ગમતીલી થઈ.
આજે હું પચાસની થઈ......
