પંચતત્વનો પ્રેમ
પંચતત્વનો પ્રેમ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
અગાધ સાગરનો કિનારો તું,
બની નદી તારામાં સમાઈ હું,
દેખે તને સૌ ખારાશ ભર્યો,
મરજીવા બની મોતીડાં વીણતી હું,
અદ્રશ્ય સ્વરૂપ ધરાવતો તું,
હવા સમજી શ્વાસમાં સમાવતી હું,
જો ના હોય અહેસાસમાં તું
જીવ સાથે જીવતી લાશ બનું હું,
આભ બની અડીખમ ઊભો છે તું
ધરા બની મિલનને તરસતી હું,
દૂર રહી આગ મેઘ વરસાવતો તું,
એ અમૃત થકી લીલીછમ ખિલતી હું,
અન્ય સામે આગ થઈ ફરતો તું
અંતરથી ખુદ ને બાળતા જોતી હું,
જાણતો છતાં અજાણ બનતો તું
હવે કેમ કરી તને સમજાવું હું,
દેહથી ભલે માઈલો દૂર હો તું
આત્મ મારો સમજતી હું,
મારો પંચતત્વનો પ્રેમ તું
તારાં માટે જ સર્જાઈ હું.