STORYMIRROR

BHARATCHANDRA SHAH

Others

3  

BHARATCHANDRA SHAH

Others

..મેં જ કર્યું

..મેં જ કર્યું

1 min
108

એને શું શું કર્યું ? તે ટૂંકમાં જોઈએ

મેં જ કર્યું

 

સગપણ એનું ગોઠવાતું નો'તું

આ તો મેં ગોઠવી આપ્યું, મેં જ કર્યું

 

નોકરી એને મળતી નહોતી

માંડ માંડ મળી મેં ગોતી આપી, મેં જ કર્યું

 

મકાન ભાડે મળતું નહોતું

આ તો મારી ઓળખાણ એટલે મેળવી આપ્યું, મેં જ કર્યું

 

ઉઘરાણી વસુલ થતી નહોતી

આ તો મારી ઓળખાણ એટલે વસૂલી મેં કરી આપી, મેં જ કર્યું

 

માલ ઉધારી પર કોઈ આપતું નહોતું

વેપારી મારો ઓળખીતો એટલે મેં અપાવ્યો માલ, મેં જ કર્યું

 

બાળકોને સ્કૂલમાં પ્રવેશ નહોતો મળતો

એ તો ટ્રસ્ટી મારા ઓળખાણમાં હતા એટલે મેં અપાવ્યો, મેં જ કર્યું

 

સમાજ કે સોસાયટીમાં એને કોઈ ઓળખતું નહોતું

એ તો મારી સાથે હંમેશા રહેતો એટલે ઓળખાણ કરાવી આપી, મેં જ કર્યું

  

દીકરીના લગ્નની તૈયારીમાં એ એકલો હતો, તણાવમાં હતો

એ તો હું ગયો અને મેં બધી તૈયારી કરી, મેં જ કર્યું

 

એને નોકરીમાંથી છુટા કરવાના હતા

એ તો શેઠિયો મારો ઓળખીતો હતો એટલે રાખ્યો, મેં જ કર્યું

 

એને કાંઈ જ આવડતું નહોતું,, નહિ કોમ્પ્યુટર કે નહિ સ્લીપ ભરતા આવડતી કે વાઉચર 

મેં બધું જ શીખવાડ્યું, મેં જ કર્યું

 

અરે એને તો એક ગુનામાં ફસાવવામાં આવ્યો પોલીસ પકડી લઈ ગઈ

એ તો હું હતો એટલે છોડાવી લાવ્યો, મેં જ કર્યું 

 

એક છોકરીના લફડામાં જેલ થઈ હતી

એ તો મેં જામીન આપી છોડાવી લાવ્યો, મેં જ કર્યું

 

પ્રવાસનું આયોજન તો કે, મેં જ કર્યું 

લગ્નનું આયોજન તો કે, મેં જ કર્યું

 

રમતની સ્પર્ધાનું આયોજન તો કે, મેં જ કર્યું

સંગીત સંધ્યાનું આયોજન તો કે, મેં જ કર્યું

 

નનામી કોઈને બાંધતા નહોતી આવડતી

એ તો હું ગયેલો એટલે મેં બાંધી તો કે, મેં જ કર્યું.


Rate this content
Log in