ઘડપણ
ઘડપણ
ઘડપણ
જીવન ચલને કા નામ, ચલતે રહો શુબહ શામ
**********************************************************************************************************
બારણે ઉભેલું ઘડપણ
અંદર નહિ આવવા દેવું જરા પણ
ભલેને એ ઉભો બારણે અડીખમ
નહિ જોવું તેની સામે જરા પણ
નહીં ઉતાવળ કર ,ધીમે ધીમે ચલ ઓ ઘડપણ
બાકી છે હજુ ચાખવાનું જીવનનું ગળપણ
યાદ કરવું છે મારે મારું બચપણ
કઈ રહી નથી જતું ને પાછળ કરવું છે યાદ તે પણ
હજુ કરવા બાકી છે જલસા જુવાનીના પણ
નથી મળ્યા મને મારા મિત્ર ગણ
ઇન્સ્ટા, ફેસબુક અને ટ્વિટરનું બાકી છે ગાંડપણ
કોઈને બનાવવી છે મારી ઘડપણની જોડકણ
મિથ્યા ધનદોલત સાથેનું વળગણ
છોડી દેવું મોહમાયા અને સ્નેહીનું સગપણ
છોડી દેવું છે ઘડપણનું ટેંશન
ખાઈ પી ને ઉડાવવું છે પેંશન
ચળકતી ટાલનું મજાનું દર્શન
બદલાતી આ કાયાનું કામણ
ભલેને ભલભલા રોગ કરતા,આક્ર્મણ
હવે તો મેડિક્લેમનું છે મજાનું રક્ષણ
મને મારી ઓળખ થઈ આપ મેળે,
જ્યારે મળ્યું મને મજાનું ઘડપણનું દર્પણ
નોતરું યમનું સ્વીકારી કરું નવા જન્મનું બાગપણ
ફરી મળશે ખોવાયેલ મજાનું ભોળું બચપણ .
નહીં ઉતાવળ કર ,ધીમે ધીમે ચલ ઓ ઘડપણ
બાકી છે હજુ ચાખવાનું જીવનનું ગળપણ
*****************************************************************************************************
શિયાળાનું છાણું,જુવાનીનું નાણું,અને ઘડપણનું વસાણું, સાચવીને રાખજો.
********************************************************************************************
ભરતચંદ્ર સી.શાહ
