મેહુલિયો
મેહુલિયો
1 min
13.7K
ગાજે મેહુલિયો, વરસે મેહુલિયો
રૂમઝુમતો આભ માથી ઉતરે મેહુલિયો
તન ને ભિજંવતો, મનને લલચાવતો
મીઠી સોડમ લહેરાવતો મેહુલિયો
ગાજે મેહુલિયો, વરસે મેહુલિયો
રૂમઝુમતો આભ માથી ઉતરે મેહુલિયો
આ પાર વરસે એવો જ પેલી પાર વરસે,
નિષ્પક્ષતા શિખવાડતો મેહુલિયો
અવનવા શમણા સજાવતો મેહુલિયો
આશા અમર બનાવતો મેહુલિયો
ગાજે મેહુલિયો વરસે મેહુલિયો
રૂમઝુમતો આભ માથી ઉતરે મેહુલિયો.
