STORYMIRROR

Govind Maheshwari તરંઞ

Others

3  

Govind Maheshwari તરંઞ

Others

મૌન

મૌન

1 min
168

મારા મૌનની પરવરીશ કલશોરમાં થઈ

ફક્ત અઢી અક્ષર પ્રેમના પણ એની અસર ઉમરભર રહી

ત્રાજવેથી ન તોલાય ઈશ્કનો આ આલમ,

એ વજન એટલો અસરદાર કે

હૃદય પર પડ્યા પછી આંખો મારી કાયમ ભરપૂર રહી,


મુરાદો ને બે કદમ સામે ક્યાં ચાલવું હતું

ઉઘાડે પગે મુકેલી એ દોટ પૂરી થઈ જ્યાં

એ ખાલી પ્રીતની પગદંડી રહી,


મુસાફરે જ્યાં આશરો લીધો હતો તે ઘર ઈશ્કનો

સળગતી જવાળાઓમાં મારી હસરતની થોડી રાખ રહી,


ખુદને ભૂલાવીને મે યાદ તમને રાખ્યા છે

તરંગ... એટલે મારી કાગળની હોડી મૃગજળમાં તરતી રહી.


Rate this content
Log in

More gujarati poem from Govind Maheshwari તરંઞ