માવતર
માવતર




ના કોઈ પર્યાય શોધાયો છે "મા"નો આ જગત,
કરે એ અગણિત સંગર્ષ આપીને એનું માવતર.
કઠિનાઈ ભર્યા દિવસોને કરીને સરળ ,
ગડતર આપણું કરીને કર્યા જીવવા માટે સરભર.
હાથોમાં છે એનું હેતનું ઘોડાપુર,
ચેહરા પર એના પ્રખર તેજનું નૂર.
સંભવ નથી દુનિયામાં એના માવતરની જોડ,
બલિદાન અને વાત્સલ્ય ની મૂર્તિ એ છે બેજોડ.
માવતરનું ઋણ ચૂકવવા પડશે જિંદગી ઓછી,
પૂજ્યા વગર માડી તને રહેશે જીવનદોરી અધૂરી,
એના સ્મિત અને ખુશીથી દુનિયા છે આપણી રોશન,
માતૃછાયાથી તૃપ્ત છે આપણો જીવનરૂપી મહલ.
રહેશે જોડે જીવનભર "માતૃત્વની ઝાંખી"
સૃષ્ટિ જેને રચી છે જેણે જીવ પુરી નિર્જીવ મહીં,