માવડી
માવડી
1 min
13.6K
મને વહાલી માવડી,
મારા જીવનની નાવડી.
હેતથી ભરેલા એના હાથ રે,
અમીથી ભરેલી એની આંખ રે.
મને વહાલી માવડી,
મારા જીવનની છાવડી.
સ્વર્ગથી સજેલા એના ચરણ રે,
મધથી ભરેલા એના બોલ રે.
મને વહાલી માવડી,
મારા જીવનની ઢાલડી.
ઇશનુ તો જાણે બીજુ રુપ રે,
સંસ્કારોનુ જાણે વટવૃક્ષ રે.
મને વહાલી માવડી,
"વહાલા"ને વહાલી માવડી.
