મારૂં સપનું
મારૂં સપનું




સપનું જોયું હતું સુંદર, રોળાઈ ગયું,
સપનું મારૂં, મારાથી જ ખોવાઈ ગયું,
જીવનમાં શ્રમથી, શું નથી કમાયું,
અશક્ય ધ્યેયને પણ, શક્ય બનાયું,
દુનિયા માની, પણ તું ના માની,
શું તને લાગ્યો, હું એટ્લો અભિમાની,
ખુશી હતી, જોડે જેટલું જીવન વિતાવ્યું,
તું નથી પણ, મન તને ના ભુલાવ્યુ,
ક્યાં ભુલ થઈ, કોનાથી ભુલ થઈ,
બહુ શોધ્યું, પણ ના શોધાયું,
સપનું મારૂં, મારાથીજ ખોવાય ગયું,
સપનું મારૂં, મારાથીજ ખોવાય ગયું.