STORYMIRROR

Vijay Patel

Inspirational

4.6  

Vijay Patel

Inspirational

મારૂ હૃદય એટ્લે મા

મારૂ હૃદય એટ્લે મા

1 min
166


મા એક શબ્દ નથી,

સમગ્ર વિશ્વનું સર્જન કેન્દ્ર છે મા,

ભવ્યાતિભવ્ય નિરપેક્ષ પ્રેમની પરાકાષ્ઠા એટ્લે મા.


પ્રભુ પ્રેમની દિવ્ય અનુભૂતિ એટ્લે મા,

વિશ્વની મોટામા મોટી યુનિવર્સિટિ એટ્લે મા,

નિ:સ્વાર્થ પ્રેમનો પૂર્ણાવતાર એટ્લે મા.


મારા હૈયામા ધબકતુ સ્નેહનું સ્પંદન એટ્લે મા,

મારા અસ્ત્તિત્વ માટે જે પ્રેમ પૂરે છે: તે એટ્લે મા,

સ્નેહનુ અવિરત ઝરણું વહાવે એટ્લે મા.


હંમેશા મૌન ભાષા વાંચતા આવડે તે એટ્લે મા, 

બારે માસ લાગણીમા તો છવાયેલી વસંત એટ્લે મા,

પરમ શાંતિની અદભૂત અનુભૂતિ એટલે મા.


મારા ઉત્સાહની અવિરત ધારા એટ્લે મા,

પરિસ્થિતી બદલાય પણ જેનો પ્રેમ ના બદલાય એટ્લે મા,

મારા જીવનતીર્થનું ચારધામ એટ્લે મા.


તિતિક્ષા છે તર્પણ છે, દુખમા પેહલી યાદ આવે એટ્લે મા,

હીચકો છે, હાલરડું છે,મારી મીઠી ઊંઘ એટ્લે મા,

આનંદ છે, અનંત છે, અવિસ્મરણીય એટલે મા.


વિરાટ, અનંત,સચરચર છે, શૂન્ય પછી જે હોય તે મા,

પાવન ,પરમ,પુરુસાર્થ છે, જેની સેવામા પુણ્ય મળે તે એલટે મા,

પ્રેમ, પ્રાર્થના, પ્રતિક્ષા, અને પુરુસ્કાર એટ્લે મા.


મારી ઇચ્છાઓનું કલ્પવૃક્ષ એટ્લે મા,

મારા હોઠો પર સૌથી સુંદર શબ્દ એટ્લે મા, 

એક વ્યક્તિ નથી એ, પણ પુર્ણ સમષ્ટી એટ્લે મા.


સ્વર્ગના દેવત્વને પણ ધરતી પર લાવી,

મનુષ્યત્વમા ફેરવતુ પ્રેમરસાયણ એટ્લે મા,

માતાની ગોદમા સ્વર્ગ છે, સ્વર્ગમા માતાની ગોદ નથી.


પ્રભુના અદ્વૈત પ્રેમનું દ્વૈત એટ્લે મા,

બધા કહે છે આજે માતાનો દિવસ છે,

પણ હું પૂછું છું માતાના સ્નેહ વિનાનો દિવસ ક્યો છે ?'


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational