STORYMIRROR

Harsha Khichadia

Others

2  

Harsha Khichadia

Others

મારું વિશ્વ એટલે મારી મા

મારું વિશ્વ એટલે મારી મા

1 min
13.3K


મારું વિશ્વ એટલે મારી મા
મારા માટી રૂપ અસ્તિત્વને આકાર આપતી મા
 
મારું અસ્તિત્વ એટલે મારી મા
મારી નાની નાની લાતો સહેતી મારી મા
 
મને અમૃતરૂપી દૂધનું પાય કરાવતી મા
મને સૂકામાં સુવાડી ભીનામાં સુતી મા
 
મારા દુખે દુખી અને સુકે સુખી એટલે મા
મારા વર્તુળનું કેન્દ્ર એટલે મારી મા
 
મારા પર અમી વરસાવતી આંખો એટલે મારી મા
મને સંસારરૂપી જગતનું દર્શન કરાવતી મારી મા
 
મને કાળજા ટુકડાને દુર કરતી મારી મા
મને સંસાર સાગરમાં તરતી મુકઈ તે મા
 
મને મળ્યો મારો સાથી અને વિખુટી થઇ તારાથી
મેં કરી અવહેલના અને અસંખ્ય ભૂલો મા
 
મને કરી તે તો પલ ભરમાં માફ ઓ મારી મા
મને ન રહ્યું ભાન બધું વિસરી બેથી મા
 
મને થયું છે ભાન આજે ,જ્યારે બની હું મા
મને થયો પસ્તાવો પણ તું ક્યાં છે બા ?
 
મારા જેવા શોધે ઈશ્વરને મંદિરીયે, હતી તું જ એ તો મા
 
 
 
 
 
 
 
 
 
 
 
 


Rate this content
Log in