મારું ગુજરાત
મારું ગુજરાત


મારું ગુજરાત છે મીઠું મીઠું ,
એની ભાતીગળ સંસ્કૃતિ મીઠી
મીઠી આંખો, મીઠી નજર, શબ્દો એના મીઠાં,
મધુરતામાં મીઠી એવી મારી ગુજરાતની વાણી.
ચાલ મીઠી, ઢાલ મીઠી,
નૃત્યો છે એના મીઠાં,
મધુરતા માં મીઠાં એવા મારા ગરબા મીઠાં.
હોકારા મીઠાં, પડકારા મીઠાં, મોટાઓના ખોખાંરા મીઠાં,
મધુરતા માં મીઠાં એવા સાવજના ડણકારા મીઠાં.
ચિત્રો મીઠાંં, રંગ મીઠાંં, ફાટી ફીટે નહીં એવી ભાત મીઠી,
મધુરતા માં મીઠાંં એવા
કાચ જડેલા વસ્ત્રો મીઠાંં.
દૂધ મીઠાંં, દહીં મીઠાંં, ઘાટી ઘાટી છાસ મીઠી,
મધુરતા માં મીઠાંં એવા ગોપીઓના ગોરસ મીઠાંં.
તાપી મીઠી, નર્મદા મીઠી, મહિસાગરના પાણી મીઠાંં,
મધુરતા માં મીઠાં એવા કચ્છના સફેદ રણ મીઠાંં.
દ્વારકાધીશ મીઠાંં, અંબાજી મીઠાં, ગિરનારના તે ડુંગરા મીઠાંં,
મધુરતા માં મીઠાંં એવા સોમનાથના ઉછળતા મોજાં મીઠાંં.
ગાંધી મીઠાં, સરદાર મીઠાંં, ટાટા અંબાણી મીઠાંં,
મધુરતા માં મીઠાંં એવા સહુના લાડીલા મોદી મીઠાંં.