મા
મા
1 min
11.8K
'મા' વિના અમ બાળકો,
છતી આંખે અંધ થયા,
મને યાદ આવે એ 'મા'
અમૃત સતત વરસાવતી,
ભગવાનના દ્વાર થાય બંધ,
'મા'ના દ્વાર બંધ થાય ના કદી,
એ મીઠા ઓવારણાં તુજ,
કાળી નજરથી બચાવતી..
તારા વિનાની સવાર સાંજ,
મનને બહુ પિડ્યા કરે,
પરિપૂર્ણ તારો સ્પર્શ 'મા'
ચંદન સમ મ્હોર્યા કરે.