મારે ઝરૂખે
મારે ઝરૂખે
1 min
419
ઝરૂખે બેસી
નિહાળું હું પ્રકૃતિ
એ જ આનંદ.
મનગમતું
સ્થાન મારા ઘરમાં
ઝરૂખો સદા.
મારે ઝરૂખે
અલબેલા પંખીડા
આવે મોજથી.
રૂડો ઝરૂખો
મનને આપે ખુશી
સાથે ઉત્સાહ.
સૂનાં ઘરમાં
ઝરૂખાએ અનોખી
આશ જગાવી.
ઝરૂખો ખોલું
ત્યાં રવિ પ્રકાશિત
તિમિર હટે.
શાંત ઝરૂખે
જોઈ કુદરતની
સુંદરતાને.
