મારે જાવું છે હરિદ્વાર
મારે જાવું છે હરિદ્વાર
1 min
252
ભાઈ મારે જાવું છે હરિદ્વાર
જાવું છે હરિદ્વાર કરવા બેડો પાર
જાવું છે હરિદ્વાર
ભર્યા સંસારમાં ખોવાયો હું
લાગ્યો ન હરીનો તાર જી
ઉંબરે ઉબરે ભટક્યો હું તો
જડ્યો ન મોતીડાં નો હાર
ભાઈ જાવું છે હરિદ્વાર
નદીયું હાલી સાગર ને મળવા
ઓલો મેધો વરસે ઝરમર ધાર
હરિદ્વારમાં હરી દર્શન કરી ને
ગંગા ઘાટે કરીએ પાપ નો પોકાર
ભાઈ જાવું છે હરિદ્વાર
ગંગાજી ધોવે ભવોભવ ના પાપ
સંસારમાં જપ્યા ન હરી ના જાપ
કરેલા કર્મો કોઈને છોડે નહીં હરી
જગના ચોપડા ખોલીને બેઠો બાપ
જાવું છે હરિદ્વાર.
