STORYMIRROR

cm vansh

Others

3  

cm vansh

Others

માણસ

માણસ

1 min
834


માણસ કેવો ? કોના જેવો ?

ક્ષણિક જન્મતા ઝાકળ જેવો !

કદી ઘમંડી સાગર જેવો,

કદી સીમટતો ગાગર જેવો.


કોઈને ડારે, ડરે કોઈથી,

ક્ષણમાં વીરને પામર જેવો

ક્ષણમાં રીઝે ક્ષણમાં ખીજે,

આશુતોષના તાંડવ જેવો.


ઘડીક હઠીલો અને ટેકીલો

જાણે અડગ હિમાલય જેવો

ફરી મળે જો રસ્તામાં

તો ઠેબે ચડતા પથ્થર જેવો


કોઈના સુખમાં રડતો રહેતો,

દુ:ખે કોઈના વળી ફુલાતો

દેખાડો કરવામાં જાણે

કાચીંડાના સહોદર જેવો


દ્વાર ખોલીને બેસે એવો

ઠાઠ નવાબી દાતા જેવો

દેવાલયમાં જઈ ને રીઝવે

ભીખ માંગતા ચાકર જેવો


ખુદ ને જાણે શું ય સમજતો,

ઈશ્વરના પથદર્શક જેવો

ક્ષણે ક્ષણે બદલાતો એ તો

નિત્ય નવેલી મોસમ જેવો


કોઈને કાજે પુષ્પ શો કોમળ,

કોઈને ડસતી સાપણ જેવો

હોય ગમે તેવો એ કિન્તુ,

મળવા જેવો, ગમવા જેવો.



Rate this content
Log in

More gujarati poem from cm vansh