માં મને મારા કરતાં નવ મહિના વધારે ઓળખે છે
માં મને મારા કરતાં નવ મહિના વધારે ઓળખે છે
કહ્યા વગર આંખોમાંજ પીડા વાંચે છે,
અશ્રુઓની છલકાતા પહેલાજ રોકે છે,
માં મને મારા કરતાં નવ મહિના વધારે ઓળખે છે,
મને ભાવતો સ્વાદ તો કદાચ મિત્રોને પણ ખબર હશે,
પણ મને શું નહીં ભાવે, એ તો એનું રસોડું પણ ગોખે છે,
માં મને મારા કરતાં નવ મહિના વધારે ઓળખે છે,
પપ્પા અને ભાઈ-બહેને ભવિષ્ય ઘડતર માટે સજ્જ કર્યો,
એ એકલીજ વ્યક્તિવ ઘડતર માટે સંસ્કારો રોપે છે,
માં મને મારા કરતાં નવ મહિના વધારે ઓળખે છે,
સંઘર્ષ અને પ્રારબ્ધથી સમૃદ્ધ બની શકીયે ખરા,
સંબંધોનાં પોષણ સમી, લાગણીઓની વિરાસત તો એજ સોંપે છે,
માં મને મારા કરતાં નવ મહિના વધારે ઓળખે છે,
લાડ, પ્રેમ અને વ્હાલ તો ઘણા સંબંધો આપી દે છે,
પણ એ મીઠાશ લાગણીઓની અકબંધ રાખવા, ક્યારેક એજ મારા અહમને ટોકે છે,
માં મને મારા કરતાં નવ મહિના વધારે ઓળખે છે,
સમયે આપેલ દગો અને અંગતોએજ આપેલ કડવા અનુભવો,
જખ્મો વેર બને એ પબેલા, ખોળે માથું મૂકાવી એ પીડા હતાશાની શોષે છે,
માં મને મારા કરતાં નવ મહિના વધારે ઓળખે છે.