માધવ
માધવ
1 min
3.2K
એ માધવ કલમનું અભિમાન છે...
એ માધવ ઉપવનમાં ઊગતું લીલું પાન છે...
એ માધવ દુઃખમાં મલકતું ભાન છે...
એ માધવ સુખમાં છલકતી ખાણ છે...
એ માધવ હ્રદયના ઊંડાણનું માન છે...
એ માધવ રૂંધાયેલા શ્વાસની જાન છે...
એ માધવ પવિત્રતાનું દાન છે...
એ માધવ પ્રિતની છૂપી શાન છે...
એ માધવ સ્વયંમાં સ્વાભિમાન છે...
એ માધવ "મન"નાં સિહાંસનમાં બિરાજમાન છે...
