STORYMIRROR

Shefali Ami

Others

2  

Shefali Ami

Others

મા, પ્રેમ તારો યાદ આવે મને

મા, પ્રેમ તારો યાદ આવે મને

1 min
13.5K


નવ મહિના ઉદરમાં રાખી આપ્યો તેં જન્મ મને,
સૂતી પોતે ભીનામાં અને સૂવડાવી કોરામાં મને.
 
તારા મધુર સ્વરના હાલરડાં આજે પણ ગૂંજે કાને,
સ્નેહવર્ષા સદાય વરસતી રહી મારા મસ્તી-તોફાને.
 
દીકરીને માની દીકરો તેં ઉછેરી એ રીતે મને,
તારા પ્રેમવર્ણન માટે ન શબ્દ કોઈ મળે મને.
 
લાડકોડ તારા અને પ્રેમ તારો યાદ આવે મને,
આજ તું નથી ત્યારે ખોટ તારી સાલે મને.
 
નથી તું પાછી આવવાની એ ખ્યાલ છે મને,
છતાં તારા સ્નેહની 'અમી’ વર્ષા માટે તરસે હૈયું તને.


Rate this content
Log in