STORYMIRROR

Pallavi Mistry

Others

3  

Pallavi Mistry

Others

મા, મુજને તું બહુ ગમે

મા, મુજને તું બહુ ગમે

1 min
27K


લોકો પૂજે રામને, અને હું પૂજું ‘મા’ તને,
તેત્રીસ કોટિ દેવતા તારા ખોળે રમે,
મા, મુજને તું  બહુ ગમે.

અમે સૌ બેઠા ઠંડકમાં, તું તપે ગેસ કને,
તારા  હાથનું ખાણું સૌ કોઈ હોંશે હોંશે જમે,
મા, મુજને તું બહુ ગમે.

ખાવાની વરણાગી મારી, નિત નવું કંઈ માંગે,
ભાખરી શાકને ગોળનું દડબું હેતે હેતે ધરે,
મા, મુજને તું બહુ ગમે.

પરોઢિયાના પહોરે ઊઠી, કામો તું આરંભે,
ઊઠવાની આળસ મારી,તું ચહેરો મારો ચૂમે,
મા, મુજને તું બહુ ગમે.

નિશાળે નહીં જાઉં આજે, બાળહઠ મારી,
સમજાવટથી તોડે, પ્રેમથી એ અવગણે,
મા, મુજને તું બહુ ગમે.

રમવા ટાણે રમવું લ્યા, 'ને ભણવા ટાણે ભણવું,
બસ તારો આ એક નિયમ નહીં ગમે, પણ
મા, મુજને તું બહુ ગમે.

 


Rate this content
Log in

More gujarati poem from Pallavi Mistry