"મા, હવે શું તને એકલું લાગે છે?"
"મા, હવે શું તને એકલું લાગે છે?"
1 min
14.3K
મા, હવે શું તને એકલું લાગે છે?
મા, હવે તને મારા વગર સુનું લાગે છે?
વર્ષો સુધી ટીપે-ટીપે લાગણીઓ તું મને પિવડાવતી,
રોજ સવારે જોઈ મને તું ચહેરો કેવો મલકાવતી,
સ્કુલે જતા વહાલ ભરેલી ચુમ્મિઓ મને આપતી,
ઘરે પાછો ના આવું ત્યાં સુધી ઝાંપે પહેરો રાખતી,
ગુલાબજાબુંની ચાસણી જેવી મમતા તું વરસાવતી,
દોડા-દોડી કરાવું તો ગુસ્સાથી આંખો કેવી તું કાઢતી,
રોજ જ મારું મનગમતું ને ભાવતું ભોજન બનાવતી,
રોટલી ઉપર ઘી રેડી રેડી ને બહું તું મને ખવડાવતી,
ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,
આજે...જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,
ત્યારે...મા, શું તને એકલું લાગે છે?
મા, હવે તને મારા વગર સુનું લાગે છે?
