લોકડાઉન એ શીખવ્યું
લોકડાઉન એ શીખવ્યું
ચકલીને ચણ નાંખતા,
બારીમાં બેસી ચા પીતા શીખવ્યું,
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.
બિંદીયા (પત્ની) સાથે ઉનો અને,
રુદ્ર (પુત્ર) સાથે લૂડો રમતાં શીખવ્યું,
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.
સારું વાંચન અને સ્વસ્થ,
ભોજન કરતા શીખવ્યું,
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.
ઓછી કમાણીમાં પણ,
શાંતિ થી જીવાય એ શીખવ્યું,
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.
વેબએક્સ પર મીટીંગમાં જતા,
અને મીટીંગ કરતાં શીખવ્યું,
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.
<
br>
રામાયણ અને મહાભારત જોતા જોતા,
બાળપણમાં જતા શીખવ્યું,
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.
માતા પિતા સાથે બેસી,
જુદી જુદી ચર્ચા કરતા શીખવ્યું,
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.
સરકારશ્રીના રોજના,
નિર્દેશો સાંભળતા શીખવ્યું,
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.
મારા દેશને આત્મ નિર્ભર,
બનતો જોતા શીખવ્યું,
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.
મારી માનસિકતા બદલતા શીખવ્યું
કદાચ તમને પણ કાંઈક શીખવ્યું હશે !
લોકડાઉન એ મને ખુલતા શીખવ્યું.