STORYMIRROR

Pravina Kadakia

Others

3  

Pravina Kadakia

Others

ક્યાં શોધું ?

ક્યાં શોધું ?

1 min
13.4K


શ્રીજી આ તારી સૃષ્ટિમાં શોધું ક્યાં તને વહાલા,
નજર જ્યાં જ્યાં ઠરે મારી દીસે તારા નજારા.

તું વ્યાપક છે સઘળે છતાં શોધું તને વહાલા,
મતિ મારી સુધારી સીધે માર્ગે વાળ સાકારા.

તું સદા જાગ્રત તારી નોખી રીત છે વહાલા;
સૌંદર્ય માણવા હરદમ આંખ મારે પલકારા.

ૐ કારા માંહી માણું તારો નાદ હું વહાલા;
અસ્તિત્વ તારું અંગે રેલાય ઉચ્ચારું અકારા.

ઉકારા માંહી તારો સ્પર્શ શ્વાસે મળે વહાલા;
પરમ શાંતિને સદા પામું જ્યારે ગુંજે મકારા.

તુજને પામવાની ઠાની ઉરે હો શ્રીજી વહાલા,
પૂરજે આશ અંતરની કદી ના દઈશ જાકારા.


Rate this content
Log in

More gujarati poem from Pravina Kadakia