કોણ જાણે કેમ આ માવડી ભૂલાઈ જાય
કોણ જાણે કેમ આ માવડી ભૂલાઈ જાય
1 min
74
જાત એણે જે ઘસી, કામ કરતી જાય,
સ્વાર્થ ભૂલી પ્રેમ આપ્યો, હાસ્ય વેરતી જાય,
દર્દ,પીડા સહન કરી, એક જીવ આપતી જાય,
કોણ જાણે કેમ આ માવડી ભૂલાઈ જાય,
પ્રાણી, માનવી જાત ના જોવે, પ્રેમ વરસાવી જાય,
એક રોટલી માંગતા, એ દસ ખવડાવી જાય
સફળતામાં એ તળિયેથી ટોચે લઈ જાય,
કોણ જાણે કેમ આ માવડી ભૂલાઈ જાય
સંતાનની સફળતામાં એ આખી ડૂબી જાય,
ભણેલી કે ના ભણેલી જ્ઞાન વરસાવી જાય,
છતાં પણ ક્યારેક, ગુસ્સાનો ભોગ બનતી જાય,
કોણ જાણે કેમ આ માવડી ભૂલાઈ જાય,
કામ સાથે ઘર સાચવી, મંદિર બનાવી જાય
બાપ - દિકરા વચ્ચે રહી, વાત સાચવી જાય
ભગવાન સમાન એ, જનની કહેવાતી જાય
કોણ જાણે કેમ આ માવડી ભૂલાઈ જાય.