કલાત્મકતા પણ પ્રભુની કેવી વિરલ !
કલાત્મકતા પણ પ્રભુની કેવી વિરલ !
1 min
49
કલાત્મકતા પણ પ્રભુની કેવી વિરલ !
જાણે જગમાં ક્ષિતિજે થયું અનોખું મિલન..
રાત્રિનો અંધકાર પણ અદભૂત રૂપેરી દ્રશ્ય,
ચંદ્રની કળા- તારાનું જગમગવું અને વાદળની દોડ, રમણીય સૌંદર્ય.!..
વહેલી પ્રભાતે સૂરજના કેવા સોનેરી કિરણો !
જાણે પથરાવી રહ્યાં છે નવાં સ્વપ્નનાં તરંગો....
ધારિણીની ધન્યતા પણ ખૂબ અનોખી,
હરખતો વિશાળ દરિયો- અવર્ણનીય પ્રકૃત્તિ અને મધુર ટહુકતા અનેક પંખીઓ. !...
સંધ્યાનાં સૂર્યનો તેજ કેવો સોહામણો !
જાણે સ્વપ્નનાં તરંગોનો થયો સાક્ષાત્કાર રળિયામણો...
નિયતિની કલા પણ કેવી અદભૂત !
જાણે વિરાટને હિંડોળે ઝૂલી રહ્યો હોય નવયુગ.