ખીચડી
ખીચડી
1 min
250
રવિવારે બહાર ન જઈએ તો,
ખીચડીનું કુકર મૂકી દઈએ,
અઠવાડિયે તો એકવાર,
ખીચડી કઢી તો માણીએ જ,
તબિયત સારી ન હોય તો,
ખીચડીમાં ઘી નાખીને ખાઈ લઈએ,
બહારથી આવ્યા હોય તો,
ફટાફટ ખીચડી બનાવીને પેટ ભરી લઈએ,
ખીચડી સાથે દૂધ પણ ભળે અને,
ખીચડી સાથે છાશ પણ ભળે,
ખીચડી સાથે પાપડ પણ ભળે અને,
ખીચડી સાથે અથાણું પણ ભળે,
ખીચડી સાથે ડુંગળી પણ ભળે અને
ખીચડી સાથે વઘારેલા મરચા પણ ભળે,
જેને ખાધી ખીચડી તેની તબિયત રહે સદા નિરોગી.
