STORYMIRROR

Parul Barot

Others

3  

Parul Barot

Others

ખાલીખમ ઓરડામાં

ખાલીખમ ઓરડામાં

1 min
14.5K


ખાલીખમ ઓરડામાં ભરચક સવાર ભરી..
આવી તું મારા જીવનમાં.
ઘરનો અસબાબ મારો ફૂલ્યો ને ફાલ્યો પરી..
આવી તું મારા જીવનમાં.

બારીમાં મઘમઘતી મોસમ કોળી,
ને બારણામાં આવકારો મલકે,
પાલવની કોર અને રેશમની દોરથી;
આખ્ખુંય ઘર મારું હરખે...
રોમ રોમ અજવાળા પાથર્યા સૂરજ ધરી..
આવી તું મારા જીવનમાં.
ખાલીખમ ઓરડામાં.

તડકાને છાયડાની રમતો જ્યાં જામી ત્યાં,
અધરોની પરબો તું માંડતી,
રઘવાઈ રાતો જ્યાં મુરઝાતી  વાયરે ત્યાં,
ઝૂલ્ફોમાં વેણીને ગાળતી...
તડતડતા સુખ દુ:ખ પર પાંપણની છાય કરી. .
આવી તું મારા જીવનમાં.
ખાલીખમ ઓરડામાં.


Rate this content
Log in