જ્યારે જ્યારે કંઈ લખવાનું મન થાય ત્યારે
જ્યારે જ્યારે કંઈ લખવાનું મન થાય ત્યારે
1 min
168
જ્યારે જ્યારે કંઈ લખવાનું મન થાય ત્યારે,
મન અવઢવમાં મૂકાય જાય છે,
ક્યાંથી શરૂઆત કરું અને શું લખું ?
વિચારોના વૃંદાવનમાં જાણે વાવાઝોડું ફૂંકાયું હોય,
એવો અહેસાસ થાય છે,
પણ આ પાગલ મન અને હૈયું આમ ક્યાં કંઈ સમજી શકે,
એ તો બસ કાગળ પર કવનીનો સાથ લઈ સાદ પાડે,
અને મનગમતું કે પછી મૂંઝાતું બસ શબ્દો દ્વારા પગલીઓ પાડતું હોય છે.
