જો જે પાછળથી પસ્તાઈશ નહીં
જો જે પાછળથી પસ્તાઈશ નહીં
1 min
218
આજે થોડી અપેક્ષાઓ છે મને તારાથી,
તું ઈચ્છે તો પૂરી થઈ શકે છે,
જો જે પાછળથી પસ્તાઈશ નહીં.
માન્યું કે તારો સમય કિંમતી છે,
તું ધારે તો મને થોડો મળી શકે છે,
જો જે પાછળથી પસ્તાઈશ નહીં.
સમજું છું કે તારું કામ મહત્વનું છે,
તું વિચારે તો મહત્વનું બીજું પણ છે,
જો જે પાછળથી પસ્તાઈશ નહીં.
તારો સહારો બનવાની હંમેશા કોશિશ કરી છે,
તું તૈયારી બતાવે તો આજે જરુર મારે છે,
જો જે પાછળથી પસ્તાઈશ નહીં.
જણાવું છું તને, કે આજે હું હયાત છું,
તું સમજે તો સમજદારને ઈશારોજ કાફી છે,
જો જે પાછળથી પસ્તાઈશ નહીં !
