જીંદગી અસ્તવ્યસ્ત છે
જીંદગી અસ્તવ્યસ્ત છે
1 min
673
જીંદગી ભારે અસ્તવ્યસ્ત છે,
મોંઘવારી એ મૂકી માઝા,
ઘર, ટિફીન, બાળકો, નોકરી,
ગૃહિણી બસ એમા જ ત્રસ્ત છે.
બાળકોને ભણતરનો ભાર
હોમવકૅ, ટયુશનને ટીચરનો માર
ગલીઓ, શેરીઓને સીમનો સાદ.
બાળકો કહે અમે કંયા નવરા ?
અમે તો બહુ જ વ્યસ્ત છે.
બાકી કોણ પુરુષવર્ગ ?
નોકરી,ધંધાને રોજગાર
માંડ માંડ કરે બે ને બે ચાર
કુટુંબનો નાખી ખભા પર ભાર,
મજૂરી કરે કારમી ને કરે ગર્વ,
ઘરનો વહીવટ મારે હસ્ત છે.
બાકી રહ્યા વડીલો ?
આ બધાથી ત્રાસીને હારીને
કરતા બે ઘડીનો વિરામ,
જોતા ફેસબુકને વ્હોટસએપના દેખાડા,
એમને ન મળે રાહતના ફૂંફાડા.
વડીલો આપે કારમી સલાહ,
લાંબા ભાષણ,
એક સાથે સૌ બોલી ઊઠતાં,
બસ કરો દાદા- દાદી,
તમે રહ્યાં સાવ નવરા ને સાવ ભોળિયાં,
અહીં તો, ઇસ રુટ કી સભી લાઈન વ્યસ્ત હૈ,
કેમકે જીંદગી અસ્તવ્યસ્ત છે.
