હું ખુદનો એક આધાર શોધું છું
હું ખુદનો એક આધાર શોધું છું
1 min
25.3K
હું ખુદનો એક આધાર શોધું છું
ઈશ્વરનો બસ આકાર શોધું છું
મહોરામાં દીસે અહીં સૌ કોઈ
કે, ખરો એકાદ ધબકાર શોધું છું
વાંચી સંભળાવે મને ચહેરો મારો
આંખો એવી વાચાળ શોધું છું
ભીન્ન-ભીન્ન લોકોને હું મળું છું પછી
ખુદનો એમાં અણસાર શોધું છો
હારી જાય સંજોગો એ મારાથી
એવી એકાદ તાકાત શોધું છું
કહું ત્યારે પરકાયા પ્રવેશ કરી દે
અંદર એવો કલાકાર શોધું છું
હરણા જેવો જ પ્રેમ કરું હું પણ
ઝાંઝવા એવા સાક્ષાત શોધું છું
