હૃદયનો ધબકાર
હૃદયનો ધબકાર

1 min

24K
હૃદયનો ધબકાર છે મારો,
માં તણો અવતાર છે ન્યારો.
ધન્ય તુજથી જન્મારો છે મારો,
સાક્ષાત લક્ષ્મી તણો અવતાર છે તારો.
વહાલનો છલોછલ ભંડારો છે મારો,
ધરા પર સ્વર્ગસુખનો અનહદ લહાવો છે પ્યારો.
દિન વીતે આનંદ ને ઉત્સાહથી મારો,
જોઉં હું રોજ વહાલભર્યો ચહેરો તારો.
લાગણીઓના સરોવરનો રસ્તો છે મારો,
મા ના પાલવનો એ મધુર સ્પર્શ છે નિરાળો.
જીવનના સુખોનો આધાર છે મારો,
કોમળ હથેળીનો એ સ્પર્શ છે તારો.