STORYMIRROR

Ravindra Parekh

Others

3  

Ravindra Parekh

Others

હોય છે

હોય છે

1 min
27.5K


પાણીએ પરપોટવાનું હોય છે,

તે વગર ક્યાં ઘર હવાનું હોય છે !


તેં ભલે સોને મઢાવી હો છતાં,

આરસીએ ફૂટવાનું હોય છે.


એ તરસને આશ બંધાવે જ છે,

જળ ભલેને ઝાંઝવાનું હોય છે.


જીવ જેવું કોઈ વ્હાલું હો છતાં,

જાય જો, તો ભૂલવાનું હોય છે.


અધવચે એ જાત રોકી ના શકે,

ફૂલ હો તો ખીલવાનું હોય છે.


મોતને હું એ રીતે પણ જોઉં છું,

આંખ મીચી જાગવાનું હોય છે.


જળ છતાં દરિયો કદી વ્હેતો નથી,

એ નસીબ ખાલી હવાનું હોય છે.


Rate this content
Log in

More gujarati poem from Ravindra Parekh