હળવાશ ૪૪
હળવાશ ૪૪


જીંદગી ના ઘાવ, લે હળવાશમાં
ખેલ સઘળાં સાવ, લે હળવાશમાં
જો ફળી સૌ કાલની ઇચ્છા અહી
આજ ઈશના દાવ, લે હળવાશમાં
પાર થઈ મઝધારમાંથી જો હવે
એ જ ડૂબે નાવ, લે હળવાશમાં
તેં કરી ફરિયાદ જે જે, સાંભળી
કોઈ નાખે રાવ, લે હળવાશમાં
ભૂતકાળે જે કુવા ભર્યાં હતાં
હોય ખાલી વાવ, લે હળવાશમાં