STORYMIRROR

Neeta Kotecha

Others

3  

Neeta Kotecha

Others

હેપ્પી મધર્સ ડે

હેપ્પી મધર્સ ડે

1 min
27.3K


મા! તું રડ નહિ,
તને ખબર છે ને તારા આંસુ મારાથી જોવાતા નથી.
મેં તને વચન આપ્યું હતું કે
મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી,
હું તને સંભાળીશ.
પણ ઓલા ભગવાન જેની સેવા તું દિવસ રાત કરે છે ને,
એણે મને બોલાવી લીધી.
એને મળીશને,
એટલે એની સાથે જગડો કરીશ કે,
એને ફરિયાદ કરીશ કે,
એક દિવસ તું મને ન જીવાડી શક્યો.
'મધર્સ ડે'નાં દિવસે તે મને અને મારી 'મા'ને અલગ કરી.
જરા તો વિચારવું જોઈતું હતું.
આમ તો કહેવાય છે કે પ્રભુ બધે ન પહોચી શકે,
એટલે એણે 'મા' બનાવી.
તો એને રડાવે છે શું કામ?
મા નહિ રડ,
અને મને પકડી ન રાખ, 
હવે તું કેટલું પણ રોકીશ હું એક શબ્દ બોલી નથી શકવાની.
પણ હું તારો અંશ છું અને તારામાં જ રહીશ.
જ્યારે યાદ કરીશ તારી પાસે જ હોઈશ. 
મા! તને સંભળાતું નથી પણ હું કેટલી વાર બોલી,
હેપ્પી મધર્સ ડે મા, હેપ્પી મધર્સ ડે...

 


Rate this content
Log in