Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

હે! પ્રભુ !

હે! પ્રભુ !

1 min
1.1K


હે! પ્રભુ !
તું સાંભળ..
આજ સુધી તેં મને
ઘણું બધું શીખવ્યું છે
અને હું શીખી પણ છું ને?
 
આજે મ્હારા મનમાં
છે એક પ્રશ્ન
તને કશું આવડે છે કે નહીં?
 
હું પણ તપાસવા માગું છું
ત્હારુ જ્ઞાન..
પહેલાં ગણિત જોઈ લઈએ
બરોબર ને?
 
તને જે યુક્તિઓ આવડે છે
એ પ્રયોજી શકે છે..
હવે મ્હારી પાસે
કેટલાં શ્વાસો શેષ છે ?
ગણી લીધાં?
હા...હવે કહે
મ્હારા સ્નેહ પાસે
કેટલાં શ્વાસો બચ્યાં છે?
હવે બન્નેનો સરવાળો કર
થઈ ગયો?
 
હવે એને અડધો અડધો
વહેંચી દે થઈ ગયું?
 
શું થયું?
એક શ્વાસ શેષ રહે છે ને?
એ મ્હારા સ્નેહને જ આપી દે
હા, થઈ ગયું?
લાવ, જોઉં તો ?
અરે! વાહ !
તું તો ઘણો ઉત્તમ વિદ્યાર્થી છું
 
હવે તું જા..
અરે! સાંભળ...
ત્હારે માટે મેં
થોડાંક પુષ્પો રાખ્યાં છે
એ મ્હારા તરફથી
ત્હારુ પારિતોષિક છે
એ લેતો જજે!
 
 


Rate this content
Log in

More gujarati poem from Bhavna Bhatt