STORYMIRROR

mewada dimpal

Others

3  

mewada dimpal

Others

ગઝલ

ગઝલ

1 min
453

નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને, 

યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને, 


લાલ બત્તીમાં મને ઓન કરે સાંજ ઢળે, 

મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને, 


દિવસે કચરામાં વાળે છે એ મારા અવશેષ, 

રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને, 


મારો ઉલ્લેખ થતાં એનું હસીને થુંકવું, 

નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને, 


કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં, 

પાતાળકૂવામાં એ તરાવે છે મને ....


Rate this content
Log in

More gujarati poem from mewada dimpal