Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirti Rathod

Others

3  

Kirti Rathod

Others

એકવીસ વર્ષ!

એકવીસ વર્ષ!

1 min
7.0K


કેટલો લાંબો સમયગાળો!
કેટલાં અજાણ્યાં હતાં નહીં!
ચહેરા ય ક્યાં કદી ભાળ્યાંતા.
તોય સપ્તપદીનાં સાતેય વચન આપણેજ લીધા હતાં ને,
એકમેક સંગ કેવાં અતૂટ તાંતણે જોડાયા.
જોત જોતામાં એટલાં તો ભળી ગયાં કે પળભર પણ ક્યાં રહી શકીએ એક બીજા વગર
મારા અધરે હંમેશ જ સ્મિત રમે તેવું સતત સતત કોઈક ને કોઈક કારણ શોધો જ તમે 
ભલે વિપરીત સ્વભાવ ના હોવા છતાંય કેવા પૂરક બની ગયા એક બીજાના
તમે ધીરગંભીર ને મૃદુભાષી ને હું તો ચંચળ ,તોફાની ઝરણું
તોય બંન્ને સ્નેહ લાગણીથી એવા જોડાયાં કે તું હૃદય તો હું મીઠોશો ધબકાર
ઘણીવાર ગુસ્સો પણ બહુ આવે 
જ્યારે કોઈક વાતનો પ્રતિભાવ સ્પષ્ટ ન આપો ને મૌન જ ધરી લો
પણ કદાચ તેં જ યોગ્ય હોય તે સમયે
મિત્રો તો જીવનમાં ઘણાં મળ્યાં મળશે.
પણ તમારાં સાથેનો તાંતણો એવો ગૂંથાયો છે કે ભલે મિત્રતા નો ભાવ ન હોઈ
પણ એક હુંફ છે તમારાં સાનિધ્યમાં
એક સલામતી,એક કાળજી
તેની પાછળ છુપાયો છે તમારો અસીમ સ્નેહ
અમુક અણગમતા નિર્ણય પણ તમે લીધા જે હજુય ડંખે છે હૃદયને,
પણ હશે કદાચ સમય ને નિયતિ ની માંગ
એકાદ જ એવો અસહ્ય પ્રસંગ હશે 
બાકી મારાં અધરે સ્મિત હંમેશ રમે 
તેજ સતત તમારી ઈચ્છા હોય 
સરળ અને સાદું વ્યક્તિવ અને દરેક ની કાળજી 
સખીઓ પૂછે ય ખરી અખંડ બાસમતી ચોખા ચડાવ્યાં તેં
તો તમે  મળ્યાં!
ખરેખર ઈશ અને માત પિતા ની હું ખૂબ આભારી છું કે સાત પગલાં સાત વચનો મને તમારી સાથે લેવા મળ્યાં.
 આ સથવારો આ સ્નેહ જન્મોજન્મ નો હું તો ઈચ્છું


Rate this content
Log in