STORYMIRROR

Piyush Jotania

Others

3  

Piyush Jotania

Others

એક મજાનુંં ઘર હોય

એક મજાનુંં ઘર હોય

1 min
26.4K


એક નાનુંં મજાનું ઘર હોય,

એમાં સમજદાર વર હોય.


ઘરમાં નાની બારી હોય,

પાસે બેઠી સુંદર નારી હોય.


બે બાળકોમાં એક દીકરી હોય,

સાકર જેવી મીઠડી હોય.


માતપિતાનો છાંયડો હોય,

અનુભવોનો સથવારો હોય.


ભાઇબહેન જાજા હોય,

મિત્રો દિલનાં રાજા હોય.


સગાં-વ્હાલાં સાચાંં હોય,

પાડોશી સૌ સારાં હોય.


નોકરી-ધંધામાં બઢતી હોય,

મહિને આવક વધતી હોય.


બસ ફૂલોની જેમ મહેકતી હોય,

એવી જિંંદગી મજાની હોય.


Rate this content
Log in