Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mansi Raval

Children Stories Comedy Drama

4  

Mansi Raval

Children Stories Comedy Drama

એક બારી એક ઝરૂખો

એક બારી એક ઝરૂખો

1 min
935


છે વર્ષો પહેલાની આ વાત સાચી, હતી એક બારી એક ઝરૂખો

બે વસતા હતા ત્યાં અલ્લડ જીવો, જયાં એક બારી એક ઝરૂખો,


ઓચિંતા ફૂટ્યા ઉન્માદ જાણે ફૂટી પતંગિયાને બે સતરંગી પાંખ

સાવ હતા દુનિયાદારીથી બેઉ અજાણ, જ્યાં એક બારી એક ઝરૂખો,


ના જીભે બોલાય ના મનથી સહ્યું જાય, સઘળું આંખોમાં વંચાય

આંખ ને જીભ વચમાં ચાલે ખેંચમતાણ, એક બારી એક ઝરૂખો,


દૂરતા ખાસ્સી વચમાં ના ચહેરે ચહેરા કળાય, બસ પડછાયા જણાય,

છતાંય સામસામી સુખ સાનિન્ધયનું મણાય, એક બારી એક ઝરૂખો,


જ્યાં તનનું એક્ત્વ શક્ય નથી સમજાય છે ત્યાં મનથી પેટ ભરાય

પણ ક્યાં કુદરતને પહોચાય, નાં સમજે એક બારી એક ઝરૂખો,


એક કાળ રાત્રીએ ઘેરાયો કેવો ઝંઝાવાત, સઘળું સુખ તાણી ગયો

ખોટી પ્રતીક્ષામાં હજુય ઊભા છે, ખાલી એક બારી એક ઝરૂખો.


Rate this content
Log in