STORYMIRROR

Mansi Raval

Others

4  

Mansi Raval

Others

એક બારી એક ઝરૂખો

એક બારી એક ઝરૂખો

1 min
311

છે વર્ષો પહેલાની આ વાત સાચી હતી, હતી એક બારી એક ઝરૂખો,

બે વસતા હતા ત્યાં અલ્લડ જીવો, જ્યાં એક બારી એક ઝરૂખો,


ઓચિંતા ફૂટ્યા ઉન્માદ જાણે ફૂટી પતંગિયાને બે સતરંગી પાંખ

સાવ હતા દુનિયાદારીથી બેઉ અજાણ, જયાં એક બારી એક ઝરૂખો,


ના જીભે બોલાય ના મનથી સહ્યું જાય, સઘળું આંખોમાં વંચાય,

આંખને જીભ વચમાં ચાલે ખેંચમતાણ, એક બારી એક ઝરૂખો,


દૂરતા ખાસ્સી વચમાં ના ચહેરે ચહેરા કળાય, બસ પડછાયા જણાય,

છતાંય સામસામી સુખ સાનિન્ધયનું મણાય, એક બારી એક ઝરૂખો,


જ્યાં તનનું એક્ત્વ શક્ય નથી સમજાય છે ત્યાં મનથી પેટ ભરાય

પણ ક્યાં કુદરતને પહોંચાય, નાં સમજે એક બારી એક ઝરૂખો,


એક કાળ રાત્રીએ ઘેરાયો કેવો ઝંઝાવાત, સઘળું સુખ તાણી ગયો

ખોટી પ્રતીક્ષામાં હજુય ઊભા છે, ખાલી એક બારી એક ઝરૂખો.


સામગ્રીને રેટ આપો
લોગિન