અવર્ણનીય એટલે
અવર્ણનીય એટલે
અવર્ણનીય એટલે
જેનું વર્ણન ન થઈ શકે તેવું
વર્ણવી ન શકાય તેવું અકથનીય
મમ્મી તારી મમતા નિસ્વાર્થ પ્રેમ આગળ તો
આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી !
મારી દરેક ક્ષણને તું કેટલા આનંદ
અને પ્રેમ થી સજાવતી રહી
કયારેક પ્રેમ થી તો કયારેક તારા
સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી
તારા અમૂલ્ય સંસ્કાર અને પ્રેમ ને
તું હરપળ મારામાં સિંચતી રહી
મારા પર ભૂલથી પણ આવી જતી એક હળવી આંચને લઈને
તું ભગવાનથીયે રિસાતી રહીને સંજોગોથી લડતી રહી
એક માથી વધીને તું કયારેક મારી દોસ્ત બની છે
તો કયારેક મને જીવનના પાઠ શીખવવા
એક કડવી શિક્ષિકા પણ બની છે
મને શીખવેલ હર ઉપદેશ સંસ્કારનું
પોતે જ આચરણ કરી ને મારી શિક્ષિકા બની છે તું
દરેક વખતે સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે
તુંભગવાન કરતાંય વધુ વિશ્વાસ તે મારી દરેક વાતમાં મૂક્યો છે
રસોડામાં રસોઈ શીખવતા કે વાત-વાતમાં જ
જાણે તે મને સંસારની પીએચડી શીખવી દીધી
સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો
તે મને તારા પ્રેમના ઘૂંટડે પીવડાવી
અહીં તારાથી હજારો માઈલ દૂર છું
છતાંય કયારેક ઉદાસ હોઉં ને ત્યા જ તારો ફોન આવે
"બેટા તું મજામાં છું ને !
તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી ?
તું સાચેજ અનન્ય છે
સાચેજ તારી "મમતાનો પ્રેમ અવર્ણનીય" છે
