દોસ્ત
દોસ્ત
1 min
26.7K
ખીલેલી વસંતનું સરનામું એટ્લે દોસ્ત,
ટહુકામાં ગુંજતું કોઈ નામ એટ્લે દોસ્ત.
ખડખડાટ હાસ્ય પાછળનું કારણ એટ્લે દોસ્ત,
મલકાતાં મુખડાં પાછળનું રહસ્ય એટ્લે દોસ્ત.
પાનખરની ઉદાસીમાં સ્મિત લાવે એટ્લે દોસ્ત,
શરદનાં થનગાટમાં હૈયું ધબકાવે એટ્લે દોસ્ત.
હાથમાં તાલી આપી તાલ પૂરાવે એટ્લે દોસ્ત,
વિના કારણે યાદ આવતો ચહેરો એટ્લે દોસ્ત.
મસ્તીમાં ગણગણાતું કોઈ ગીત એટ્લે દોસ્ત,
જેની હસ્તી ના ભુલાય એવી કોઈ હસ્તી એટ્લે દોસ્ત.
