દીકરી
દીકરી

1 min

168
મને ખબર જ ના પડી,
ક્યારે મારી લાડકવાઈ મોટી થઈ ગઈ.
કાલે જેને પારણામાં હું ઝૂલાવતી,
એ એના પ્રેમીનાં પ્રેમમાં ઝૂલવા ચાલી.
હું જેને મારા હાથે જમાડતી,
એ બીજાને પ્રેમથી જમાડવા ચાલી.
જેની લેતી હું સૌથી વધારે કાળજી,
એ બધાની સંભાળ લેવા ચાલી.
મને ખબરજ ના પડી,
ક્યારે મારી લાડકવાઈ મોટી થઈ ગઈ.
જે રોતા રોતા મારી પાસે આવતી,
એ બીજાની જિંદગીની હસી બનવા ચાલી.
પા પા પગલી કરતી મારી આ ઢીંગલી,
હવે બીજા ઘરમાં કંકુના પગલા કરવા ચાલી.
જે છે આજે મારા ઘરની લક્ષ્મી,
એ બીજા ઘરની લક્ષ્મી બનવા ચાલી.
જે હતી મારી નન્હી પરી,
એ પરાઈ થવા ચાલી.