STORYMIRROR

Gaurang Desai

Others

4  

Gaurang Desai

Others

દીકરી વ્હાલનો દરિયો

દીકરી વ્હાલનો દરિયો

1 min
233

દીકરી વ્હાલનો દરિયો

હું કાલીન્દી, કાલીન્દી બોલું...

નામ મારું છે કાલીન્દી, કાલીન્દી, કાલીન્દી હું બોલું

એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વ્હાલું

વન ટુ થ્રી કહું તો, મમ્મી પપ્પાને હસતા ભાળું,

ખુશી ખુશી હું બોલું,


બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી

મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી,

રમતાં રમતાં ઊંઘું, ઊઘમાં હસું થોડું થોડું

કાલીન્દી, કાલીન્દી હું બોલું,


બા બનાવે મારા માટે રોજ રોટલી શાક

મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક

ખાઉ થોડું બગાડું ઝાઝું, તોય વહાલ કરે રૂપાળું,

 કાલીન્દી, કાલીન્દી હું બોલું,


બા કહે ફ્રોક પહેરી, તું મજાની ઢીંગલી જેવી લાગું

શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈમાં ભાગું,

રોજ રોજ નવલી વાતું, હસતી રમતી માણું

કાલીન્દી, કાલીન્દી હું બોલું,


બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ

મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ,

હસી હસી હું રમું ભમું, થાકી દાદા પાસે દોડું,

કાલીન્દી, કાલીન્દી હું બોલું,


વાત કહી મેં મારી છાની, બોલો તમને કેવી હું લાગું

નામ મારું છે કાલીન્દી, કાલીન્દી, કાલીન્દી હું બોલું !


Rate this content
Log in