STORYMIRROR

Dr Jyoti Hathi

Others

2  

Dr Jyoti Hathi

Others

ધુમ્મસ અને વાલમ

ધુમ્મસ અને વાલમ

1 min
2.5K


હરિયાળી આ ગિરિકંદરાઓ પર ધુમ્મસ નિહાળી આવી વાલમ મને તારી યાદ,
આમ તો આ પ્રકૃતિની પાંગતમાં હરહંમેશ આવે મને તારી યાદ..

ફુલોમાં તું જ મલકતો ભાસે, ઝરણામાં તું ભીંજવતો ભાસે,
પંખીઓની ગુંજમાં તુજ સાદ,વાદળરૂપે પણ તું શ્વસતો ભાસે,
હરિયાળી, પહાડી, ફુલો ને ઝરણાઓ, આમ તો સઘળું આપે મને તારી યાદ

પરંતુ ધુમ્મસ, ઝાકળ ને વાદળાએ તો તુજ રૂપ જાણે સાક્ષાત! 
ધુમ્મસ આવે પાસ અને થાય આભાસ, જાણે વાલમ ખુદ આવે છે મુજ પાસ, 
ક્ષણભર થંભી જાય શ્વાસ, જાણે હમણા જ સ્પર્શીને લેશે બાથ.
નિહાળું આસપાસ ચોપાસ, જાણે હમણાં મળશે મારો નાથ...

પરંતુ, ધુમ્મસ અને વાલમ જાણે એકરૂપ સાક્ષાત!
ક્ષણિક થાય જાણે અહીં જ છે તુ, વસતો મારી આસપાસ ચોપાસ,
પણ...પળભરમાં ક્યાં ઉડી જાય!
ક્ષણિક લાગે હમણાં જ લેશે તુજ આગોશમાં,
પણ...ક્ષણભરમાં તું અદ્રશ્ય થાય!
આમ તો હર શ્વાસમાં મારા ધુમ્મસરૂપે તું જ શ્વસતો,
પણ...સ્પર્શવા જાઉં તો છુટી જાય!

અરે પણ ...આ શું? કોઈ મને કહેશો આ ઝરણું ક્યાંથી ફુટ્યું?
જાણે વહેતી પ્રિયતમની લાગણીઓ ધોધમાર!નક્કી ધુમ્મસનું જ આ પરિણામ...

મારા સાજનની ભીની સંવેદના અપાર! 
સઘળી ભ્રમણાઓ વાસ્તવ બનતી નિહાળું આજે... 
જ્યારે તુજને ધુમ્મસમાંથી ઝરણારૂપે ઝરમર ઝરતો..મુજને ભીંજવતો...ભાળું આજે!

 


Rate this content
Log in