STORYMIRROR

Shital Pathak

Others

3  

Shital Pathak

Others

ચોમાસું છે

ચોમાસું છે

1 min
28.5K


સારું છે વરસાદ તારે આવવાનું બહાનું તો છે.
તું ફક્કડ થઈ ને કહી શકે છે ચોમાસુ છે.

મનફાવે ત્યારે અનરાધાર અને ક્યાંક,
ઝરમર ઝરમર પણ વરસે છે,
અળખામણાં દેશને હાસીયામાં ધકેલી,
મનમોજીલો ને હઠીલો થઈને તું ખાબકે છે,
પેલી તરસી ધરાને ધરાઈ-ધરાઈને ભીંજવે છે,
છતાંય તું ખમૈયા કરતો નથી કારણ,
તું ફક્કડ થઈને કહી શકે છે ચોમાસુ છે.

તારા લીધે ઘરમાં જ્યાં ત્યાં પાણી ટપકે છે,
તારા જ લીધે કપડાંની દોરી ઘરમાં અટવાય છે,
માત્ર તારા જ કારણે વારંવાર લાઈટો જાય છે.
ને તારા લીધેજ બધે જ મોડું પહોંચાય છે,
છતાંય કશું કહેવાતું નથી કારણ,
તું ફક્કડ થઈ ને કહી શકે છે ચોમાસુ છે.
તને જોઈને કંઈક કેટલાય હરખાય છે,
પ્રેમીપંખીડાઓની લાગણી ઉભરામાં ઠલવાય છે,
સ્નેહનાં સ્પંદનોનું વાવાઝોડું જયારે ફુકાય છે,
ત્યારે કોઈ ગમતીલાની યાદોની વેદના મહીં ભોંકાય છે,
તોય તું રોકાતો નથી કારણ,
તું ફક્કડ થઈ ને કહી શકે છે ચોમાસું છે.

ઘરની છત પર તારી સુંદરતામાં ખોવાઈ જવાય છે,
જ્યાં લાગણીઓ મુગ્ધા બની આમતેમ વીખરાય છે,
તારા ફોરને મારા પ્રેમાળ સ્પંદનો જ્યારે ભેગા થાય છે,
ત્યારે સપ્તરંગી ઇન્દ્રધનુષ હ્ર્દયમાં એકબાજુ કોતરાય છે.
મન મારુ જ્યારે મેઘમાંય જયારે બની જાય છે,
ત્યારે સાચું લાગે છે જે તું કહે છે, કે હા આ ચોમાસું જ છે.


Rate this content
Log in